UPI New Rules 2026 : UPI હવે ફ્રી નહી, જાણો શું છે સમગ્ર નિયમો

UPI New Rules 2026 : UPI હવે ફ્રી નહી, જાણો શું છે સમગ્ર નિયમો

New UPI Rules October 15 2026

UPI New Rules 2026 : UPI transaction fees Explained: NPCI 15 ઓક્ટોબર, 2026 થી UPI માટે નવો MDR લાગુ કરશે. ₹2000 થી વધુના વ્યવહારો પર મોટા વેપારીઓને 0.4% ચાર્જ લાગશે, પરંતુ નાના વેપારીઓ અને ગ્રાહકો માટે UPI મફત રહેશે. રેલવે, વીમા અને પેટ્રોલ પંપ જેવા ક્ષેત્રોમાં ₹2000 થી વધુના વ્યવહારો પર ₹5 નો ફ્લેટ ચાર્જ લાગશે.

છેલ્લાં દિવસોમાં દેશભરમાં સૌથી વધુ ચર્ચિત શબ્દ હોય તો તે છે UPI. નિયમોમાં બદલાવ અને કેટલાક ચાર્જિસને લઈ લોકોમાં આ અંગે કુતુહલતા અને રોષ બંને છે. આપણે સૌ UPIનો રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરતા થઈ ગયા છે. મોટા ભાગના લોકો શક્ય તેટલા વ્યવહાર ડિજિટલ અને UPIથી જ કરે છે. કેન્દ્ર સરકાર અને NPCI (National Payments Corporation of India) 15 ઓક્ટોબર, 2026થી નવો MDR (Merchant Discount Rate) લાગુ કરવા જઈ રહી છે.  MDR એટલે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની સુવિધાના બદલામાં દુકાનદાર અથવા વેપારી પાસેથી લેવામાં આવતી ફી છે. કાર્ડ પેમેન્ટમાં આ પ્રકારની ફી પહેલેથી જ અસ્તિત્વમાં છે. રોજિંદા જીવનમાં આપના ખિસ્સા પર તેની શું અસર થશે આવો સમજીએ.

શું છે નવા UPI payment rules અને ક્યારથી અમલમાં આવશે ?

NPCI ના નવા નિયમો મુજબ મોટા વેપારીઓને રૂપિયા 2 હજારથી વધુના UPI પેમેન્ટ પર MDR (Merchant Discount Rate) ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 15 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે. બેંકો, ફિનટેક એપ્સ અને ચુકવણી એગ્રીગેટર્સને તેમના સોફ્ટવેર અને બિલિંગ સિસ્ટમ અપડેટ કરવા માટે પણ આ તારીખ સુધીનો સમય અપાયો છે. એક વ્યકિતથી બીજી વ્યક્તિને નાણા મોકલવા રહેશે મફત. રૂપિયા 2 હજાર સુધી ગ્રાહકથી દુકાનદારને ચૂકવણી મફત રહેશે. 2 હજારથી વધુ રકમ પર દુકાનદારને મળતા પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે. સામાન્ય ગ્રાહકને UPI પેમેન્ટ કરવા માટે કોઈ ફી આપવી નહી પડે, Google pay, Phone pay, Paytm એપ્સ હેઠળ ગ્રાહકો પાસેથી ફી પેટે એક રૂપિયો પણ લેવામાં નહી આવે.

NPCI ને આ ચાર્જ (MDR) ફરી શરૂ કરવાની જરૂર કેમ પડી ?

દેશમાં દર મહિને અબજો UPI ટ્રાન્ઝેક્શન થાય છે. સર્વરને 24 કલાક ચાલુ રાખવા, છેતરપિંડી રોકવી અને સાયબર સુરક્ષા પૂરી પાડવી એ ખૂબ ખર્ચાળ છે. બેન્ક અને પેમેન્ટ કંપનીઓ આ ખર્ચને પહોંચી વળવા માટે લાંબા સમયથી માંગ કરી રહી હતી. આ ફીમાંથી મળતા નાણાંનો ઉપયોગ UPI સિસ્ટમને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે થશે.

MDR ચાર્જ કોને ભોગવવાનો રહેશે ?

મોટા વેપારીઓ માટે, જેમના રોજના ટ્રાન્ઝેક્શન હજારો લાખોમાં હોય છે તેમણે MDR ચાર્જ ભોગવવાનો રહેશે. 2 હજારથી વધુના વ્યવહાર પર પેમેન્ટના 0.4% ચાર્જ વેપારીએ ચૂકવવાનો રહેશે. ખૂબ મોટા પેમેન્ટ હોય તો તેના પર 300 રૂપિયાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. વેપારી પાસે ભલે એક લાખ કે પાંચ લાખનું પેમેન્ટ આવે પરંતુ તેનો ચાર્જ 300 રૂપિયા જ લેવામાં આવશે, તેનાથી વધુ ચાર્જ ચૂકવવો નહી પડે.


જો કોઈ વેપારી ચાર્જના બહાના હેઠળ વધારે પૈસા માંગે તો ?

વેપારી આ ચાર્જના બહાના હેઠળ વધારે પૈસા માંગે તો તે નિયમ વિરુદ્ધ છે. ગ્રાહકો આવુ કરનાર વેપારી સામે સંલગ્ન બેન્ક અથવા સંબંધિત સત્તાધિશ અધિકારીને ફરિયાદ કરી શકે છે.

UPI શું છે અને કેવી રીતે કામ કરે છે ?

UPI સર્વિસનો લાભ લેવા માટે વર્ચ્યુઅલ પેમેન્ટ આઈડી તૈયાર કરવુ પડે છે. એ અકાઉન્ટને બેન્ક સાથે લીંક કરવુ પડે. UPI  રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર કરે છે. એક એપ્લિકેશનમાં એકથી વધારે બેન્ક અકાઉન્ટ લીંક કરી શકાય છે. IMPS મોડલ પર UPI ડેવલપ કરવામાં આવ્યુ છે. 24 કલાક UPI થી ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

ભારતમાં UPI નેટવર્ક

અત્યાર સુધી 700 થી વધુ બેન્કો UPI સાથે જોડાયેલી છે. નાની દુકાનથી લઈ મોટા વેપારીઓ અને સામાન્ય માણસો માટે UPI પેમેન્ટ સિસ્ટમ સરળ અને મહત્વનું બની ગયુ છે.

RuPay – Visa, Master કાર્ડ પર પહેલાથી જ ચાર્જ લાગુ છે.

ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ રેટ 1.5 થી 2.5 ટકા સુધીનો અથવા વચ્ચેનો હોય છે. જ્યારે સરકારે UPI ટ્રાન્ઝેક્શન પર માત્ર 0.4 ટકાનો MDR ચાર્જ લગાવ્યો છે. ભારતમાં સૌથી ઓછો MDR ચાર્જ છે.

સરકારના આ નિર્ણયથી લોકો મુંઝવણમાં મુકાયા, વિપક્ષને સરકાર પર પ્રહારની નવી તક

UPI Transaction Charges Controversy: વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર લોકો પર આર્થિક બોજ વધારવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે સરકાર અમેરિકાના દબાણમાં આવીને આ પ્રકારનું પગલુ ભરવા જઈ રહી છે. અમેરિકન પેમેન્ટ કંપનીઓ ભારતના Zero – MDR પર છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહી હતી અને સરકાર અમેરિકા સામે ઝુકી જઈને જનતા પર આડકતરો બોજો નાંખ્યો છે.

કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

કેન્દ્ર સરકારે આરોપો પર સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે સરકારનું વલણ સ્પષ્ટ છે કે સામાન્ય નાગરિકો કે UPI ના રોજિંદા વપરાશકર્તાઓ પાસેથી કોઈ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં ન આવે. પર્સન ટુ પર્સન થતા વ્યવહારો ફ્રી જ રહેશે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા માટે નવા વિકલ્પો પર વિચારણા ચાલી જ રહી છે.

Post a Comment

Previous Post Next Post