નેસ્લે ઈન્ડિયા સામે FSSAI કાર્યવાહીથી 3 કેસ બાદ શેર 2.5% ગગડ્યા, Baby Foodમાં શું મળ્યું?

નેસ્લે ઈન્ડિયા સામે FSSAI કાર્યવાહીથી 3 કેસ બાદ શેર 2.5% ગગડ્યા, Baby Foodમાં શું મળ્યું?

ભારતમાં નેસ્લે ઈન્ડિયા સામે FSSAI કાર્યવાહી (FSSAI action against Nestle India) શરૂ થઈ છે. Food Safety and Standards Authority of India (FSSAI)એ NAN Excella Pro Stage 1, Lactogen Pro 1 અને એક Follow-up Formula પર ખોટા પ્રોમોશનલ દાવા અને Biotin સ્તર ઓછું હોવાના કારણે કેસ દાખલ કર્યા છે. FSSAI કેસ (FSSAI case against Nestle) સામે આવતા નેસ્લે ઈન્ડિયાના શેરમાં પણ 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Nestle India FSSAI Action Baby Food 3 Cases Share Price Fall

કેસની મુખ્ય વિગતો

બાળકોના સ્વાસ્થ્યને લઈને FSSAI સહેજ પણ ચલાવી લેવાના મૂડમાં નથી. ભારતની અગ્રણી ફૂડ કંપની નેસ્લે FSSAI ની ઝપટે ચઢી ગઈ છે. અને FSSAI દ્વારા થઈ રહેલી કડક કાર્યવાહીનો સામનો કરી રહી છે. FSSAI ને કંપની દ્વારા પ્રોડક્ટસના પ્રમોશન સમયે થઈ રહેલા દાવાઓ પર વાંધો છે. NAN Excella Pro Stage 1 ની જાહેરાતમાં કંપની 5HMOs અને Whey Protein જેવા શબ્દોનો ઉપયોગ કરીને ગ્રાહકોને ખોટી રીતે આકર્ષે છે. ખરેખર તો 5HMOsએ જટિલ પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ છે. જે કુદરતી રીતે જ માતાના ધાવણમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. લેબમાં કૃત્રિમ રીતે તૈયાર કરીને કંપની એવો દાવો કરે છે, કે તેમનો પાવડર માતાના કુદરતી દૂધ જેટલો જ અસરકારક અને ગુણકારી છે.

Lactogen Pro 1 ના પ્રમોશનમાં એવા દાવા કરવામાં આવ્યા છે કે તેમાં રહેલુ 
વ્હી પ્રોટીન(Whey Protein) પચવામાં અત્યંત સરળ છે. સામાન્ય રીતે માતાના દૂધમાં 60 ટકા વ્હી પ્રોટિન હોય જ છે. જે શિશુનું નાજુક પાચન તંત્ર આસાનીથી પચાવી શકે છે. નેસ્લે અલગથી પ્રોટિન ઉમેરીને માતાના દૂધ જેવો જ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

માત્ર દાવા જ નહી, પ્રોડક્ટની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થયા છે. નેસ્લેના ફોલોઅપ ફોર્મૂલામાં FSSAI ના લેબ ટેસ્ટિંગમાં બાયોટિનનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં ઓછુ જોવા મળ્યુ છે. સેમ્પલનું રિ-ચેકીંગ થયુ ત્યારે પણ તે નિયમો મુજબ બાયોટિનના સ્તરને જાળવવામાં નિષ્ફળ રહ્યુ હતુ.




FSSAI દ્વારા કાર્યવાહી

કથિત ઉલ્લંઘનના આરોપોને લઈને FSSAI એ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. નેસ્લે ઈન્ડિયા સામે 3 અલગ અલગ કાનૂની કેસ દાખલ કર્યા છે. બે કેસ ભ્રામક જાહેરાતો અને એક કેસમાં બેબી ફૂડમાં બાયોટિનની ઉણપ (Biotin deficiency in baby food) અંગે કરવામાં આવ્યો છે. જો કે હાલમાં નેસ્લેની કોઈ પણ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી.

Nestle Indiaનો પ્રત્યુત્તર

નેસ્લે દ્વારા તમામ આક્ષેપો મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. કંપનીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું બેબી ફૂડ બાળકો માટે સુરક્ષિત જ હોવાનો કંપનીનએ દાવો કર્યો છે અને લેબલ નિયમ મુજબ જ છે તેમ સ્પષ્ટતા કરી છે. નેસ્લેએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે FSSAI ની નિષ્ણાત સમિતિ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી.

FSSAI સેમ્પલની તપાસ ઝડપી થાય તેવા આદેશ આપ્યા

નેસ્લેના સમગ્ર વિવાદ વચ્ચે FSSAI દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ પણ આપવામાં આવ્યો છે. નવા નિયમો પ્રમાણે ખાદ્ય પદાર્થોના સેમ્પલ મળ્યા બાદ તેનો રિપોર્ટ શક્ય એટલો ઝડપી 14 દિવસની અંદર આપવાનો રહેશે. તેનો હેતુ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગુણવત્તાની ખામી અથવા નિયમોના ભંગના કિસ્સામાં ઝડપથી કાર્યવાહી કરી શકાય તેવો છે. વિદેશમાંથી આયાત કરવામાં આવતા ખાદ્ય પદાર્થો માટે આ સમયમર્યાદા વધુ ઓછી રાખવામાં આવી છે. આયાતી ખાદ્ય પદાર્થોના સેમ્પલની તપાસનો રિપોર્ટ માત્ર પાંચ દિવસમાં આપવાનો રહેશે.

માતા-પિતાએ ધ્યાનમાં રાખવાની બાબતો

બેબી ફૂડ ઉત્પાદનોના મામલે પેકેજિંગ અને જાહેરાતમાં કરવામાં આવતા દાવા અત્યંત મહત્વના હોય છે. માતા-પિતા બાળક માટે ઉત્પાદન પસંદ કરતી વખતે પેકેટ પર આપવામાં આવેલી માહિતી અને જાહેરાતના દાવાઓ પર આધાર રાખે છે. શિશુના વિકાસના નિર્ણાયક તબક્કામાં ભ્રામક જાહેરાતો પર આધાર ન રાખવો જોઈએ. બાળકો માટેના ફૂડ માટે હંમેશા નિષ્ણાંતોની સલાહ લેવી અતિ આવશ્યક છે.

Post a Comment

Previous Post Next Post