‘અર્નબ’નો ખતરો? બંગાળની ખાડીમાં Deep Depression ત્રાટક્યું, ઓડિશા-આંધ્રમાં એલર્ટ

‘અર્નબ’નો ખતરો? બંગાળની ખાડીમાં Deep Depression ત્રાટક્યું, ઓડિશા-આંધ્રમાં એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલુ ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયુ છે અને આજે પૂરી તાકાતથી વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ટકરાશે. અર્નબ નામનું વાવાઝોડું આ વર્ષનું પ્રથમ ચક્રવાત છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ આ ચક્રવાત અતિભયાનક છે. ભારે પવન અને ભારે વરસાદ અને તેની અસરોને જોતાં પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયુ છે અને જરૂરી તમામ પગલા લેવાઈ રહ્યા છે.

Bay of Bengal Deep Depression

આ વર્ષે હવામાનમાં થઈ રહેલા વિશિષ્ટ ફેરફારોને કારણે વાતાવરણ અને વરસાદનું સંતુલન ખોરવાઈ ગયુ છે. બંગાળની ખાડીમાં એક નવુ જ ડિપ ડિપ્રેશન રચાયુ છે અને ચક્રવાત અર્નબે ભયાનક રૂપ ધારણ કરી લીધુ છે. તેની અસર આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પર તેની સૌથી વધારે અસર જોવા મળશે.

ઓરિસ્સામાં પ્રશાસન સતર્ક, લેવાયા તમામ જરૂરી પગલા

બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમના કારણે તટીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે, અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે તેના કારણે સ્થાનિક પ્રશાસન ત્વરિત એલર્ટ બન્યુ છે અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં વ્યસ્ત બન્યુ છે. ઓરિસ્સા સરકાર દ્વારા સુરક્ષાના કારણોસર સાત જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સરકારી અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી છે. સહેલાણીઓને પણ દરિયામાં ઉઠતી ઉંચી લહેરોના કારણે દરિયા કિનારાથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે. આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. 23 અને 24 સપ્ટેમ્બર એટલે કે આજે અને કાલે કોરાપુર, ગજપતિ, ગંજમ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. કાલાહંડી, નબરંગપુર, મલકાનગરી માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લા પણ થશે પ્રભાવિત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સૌથી વધારે ચક્રવાતની અસર થાય તેવી શક્યતા છે, જેને પગલે સરકાર અને સ્થાનિક પ્રશાસને ત્વરિત પગલાં લેવાના શરૂ કર્યા છે. વિશાખાપટ્ટનમમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે અને હવામાન પર સતત નજર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સિસ્ટમ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે.

Post a Comment

Previous Post Next Post